અમરેલીના બાબરામાં આવેલ ચેકડેમમાં ત્રણ બહેનોનું ડૂબી જવાના કારણે મોત નિપજ્યું હોવાની ચકચારી ઘટના સામે આવી છે. ત્રણેય બહેનો ચેકડેમમાં કપડા ધોવા માટે આવી હતી. કપડા ધોવાઇ ગયા બાદ ત્રણેય બ્રહ્મકુંડમાં ન્હાવા પડી હતી. પરંતુ ત્રણેયના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા. પોલીસને જાણ થતા જ ઘટાનાસ્થળે દોડી આવી હતી અને ત્રણેયના મૃતદેહ બહાર કાઢી 108 મારફતે પોસ્ટમોર્ટમ અર્થે બાબરા સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, બાબરામાં બ્રહ્મકુંડ પાછળ આવેલ ચેકડેમમાં મુસ્લિમ પરિવારની બે સગી બહેન અને એક કાકાની દીકરી કપડા ધોવા માટે ગઈ હતી. જ્યાં કપડા ધોયા બાદ ત્રણેય ન્હાવા માટે ચેકડેમના પાણીમાં કૂદી હતી. આ દરમિયાન ત્રણેય બહેનો પાણીમાં ઘરકાવ થઈ ગઈ અને એકબીજાને બચાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ બચાવી શકી નહીં. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા અને આ અંગે સ્થાનિક તરવૈયાઓની ટીમ તેમજ સ્થાનિક પોલીસની ટીમને જાણ કરી હતી. ત્રણેય બહેનોના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા હતા. આ બનાવના પગલે સમગ્ર ગામમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -