લોકડાઉનમાં દેશના આ મંદિરોની આવક ઘટી

admin
2 Min Read

ભારત સહિત વિશ્વમાં કોરોના મહામારીના કારણે ભારે હાહાકાર મચ્યો છે. વિશ્વના અનેક દેશોમાં કોરોનાના કારણે લોકડાઉન પણ લગાવવામાં આવ્યું છે. ત્યારે ભારતમાં પણ લોકડાઉનને ચોથી વખત લંબાવવામાં આવ્યું છે.

17મેએ પૂર્ણ થતું લોકડાઉન 3ને લંબાવવાનો નિર્ણય ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.  22 માર્ચથી શરૂ થયેલા લૉકડાઉન પછી દેશના તમામ મોટા મંદિરોમાં શ્રદ્ધાળુઓ દ્વારા અપાતું દાન લગભગ બંધ છે.

એવામાં મંદિરોએ પોતાની મૂડીના સહારે સંચાલન કરવું પડી રહ્યું છે. દેશમાં સૌથી વધુ સંપત્તિ ધરાવતા કેરળના પદ્મનાભ સ્વામી મંદિરમાં દર મહિને 3 કરોડ રૂપિયાનું દાન આવતું હતું. પરંતુ લૉકડાઉનમાં માત્ર 25 હજાર રૂપિયાનું જ દાન આવ્યું.

(પદ્મનાભ સ્વામી મંદિર)

વૈષ્ણોવદેવી મંદિર ઓનલાઈન દાન લેવાના વિકલ્પ અંગે વિચારી રહ્યું છે. તો સાંઈબાબા ટ્રસ્ટ પાસે પોતાની એફડી તોડવા સિવાય વિકલ્પ નથી.  કેરળનું તિરુઅનંતપુરમનું પદ્મનાભ સ્વામી મંદિર દેશમાં સૌથી વધુ સંપત્તિ ધરાવતું મંદિર છે.

(વૈષ્ણોવદેવી મંદિર)

લોકડાઉનથી મંદિરને લગભગ 6 કરોડ રુપિયાનું નુકશાન થઈ ચુક્યુ છે. મંદિરને મહિને સરેરાશ અઢીથી ત્રણ કરોડ રુપિયાની આવક થાયછે. જે પૈકી મંદિરના 307 કર્મચારીઓને દર મહિને 1.1 કરોડ રુપિયા વેતન તરીકે અપાય છે.

ગત મહિને બેંકમાં ભેગી થયેલી રકમ અને આ મહિને એફડી પર મળનારા વ્યાજમાંથી વેતન અપાયુ હતું. જોકે લોકડાઉનના કારણે ઓનલાઈન દાન દ્વારા રોજના લગભગ 25 હજાર રુપિયાનું દાન મળી રહ્યું છે. તો મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં બે મહિનામાં દાનની આવક 90 ટકા સુધી ઘટી છે.

(સિદ્ધિવિનાયક મંદિર)

મંદિરની વાર્ષિક આવક 410 કરોડ રૂપિયા છે. આ એ હિસાબ સરેરાશ 21-22 લાખ શ્રદ્ધાળુ મંદિરમાં આવ્યા નહીં અને મંદિરને લગભગ 60-65 કરોડ રૂપિયાનું દાન મળી શક્યું નહીં.

તો શિરડીના સાંઈબાબા ટ્રસ્ટની વાર્ષિક આવક લગભગ 700 કરોડ રૂપિયા છે. છેલ્લા બે મહિનામાં લગભગ અઢી કરોડનું ઓનલાઈન દાન મળ્યું. જ્યારે દાનપેટીમાં આ દરમિયાન લગભગ 100 કરોડ રૂપિયા આવ્યા નહીં. આમ લોકડાઉનના કારણે દેશના મોટા મંદિરોને ભારે નુકશાન થયુ છે અને તેમને મળતા દાનમાં ઘટાડો થયો છે.

Share This Article