કૂતરાની નિર્દોષતા ઈન્ટરનેટ પર છવાઈ

admin
1 Min Read

સોશિયલ મીડિયા પર અવાર નવાર વિવિધ પ્રકારના વિડિયો વાયરલ થતા હોય છે. તેમાંય ખાસ કરીને વાત કરવામાં આવે તો પશુ અને પ્રાણીઓના વિડિયો ખૂબ વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક કૂતરાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલ એક વીડિયોમાં કૂતરો સ્ટેચ્યુ સાથે બોલથી રમવાનો પ્રયાસ કરી રહ્યો છે.

(File Pic)

આ વીડિયોમાં એક સુંદર કૂતરો જોઈ શકાય છે કે જે બોલથી રમી રહ્યો છે, પછી બોલ સ્ટેચ્યૂના પગની નજીક નાંખે છે. પરંતુ કોઈ પ્રતિક્રિયા ન આવવાથી તે નજર ફેરવવાનું શરૂ કરે છે. છતાં પણ કોઈ જ રિએક્શન નથી આવતું. વિડિયોને ધ્યાનથી જોતા ખ્યાલ આવે છે કે કૂતરો જાણે સ્ટેચ્યુને એમ કહેતો હોય કે તમે બોલથી મારી સાથે રમો .

આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કૂતરો સ્ટેચ્યુની આસપાસ ફરી રહ્યો છે અને વારાફરતી બોલથી રમવાનો પ્રયત્ન કરી રહ્યો છે. પરંતુ સફળ નથી રહેતો. આ વીડિયો આઈએસ અધિકારી સુપ્રિયા સાહુએ તેના ટ્વિટર પર શેર કર્યો છે. જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને યુઝર્સ આ અંગે વિવિધ કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Share This Article