ઇન્ટરનેશનલ-આતંકી સંગઠન ISએ તાલિબાનના નાકમાં કર્યો દમ

admin
2 Min Read

જ્યારથી અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજ સ્થાપિત થયું છે, આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (IS) ત્યાં વધુ સક્રિય થઇ ગયું છે. તાલિબાન વિરુદ્ધ તો તેણે રીતસરનો મોરચો ખોલી દીધો છે. તેના આતંકીઓ અફઘાનિસ્તાનમાં એક પછી એક હુમલાઓ કરી રહ્યા છે, જેમાં તાલિબાનીઓ અને શિયા મુસલમાનોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. હવે સમાચાર આવી રહ્યા છે કે તાલિબાનના સૌથી ખાસ કાબુલ કમાન્ડર હમદુલ્લા મુખલિસની પણ IS એ ઠાર માર્યો છે. કાબુલમાં કરવામાં આવેલ હુમલામાં આ ખાસ કમાન્ડરની હત્યા કરવામાં આવી છે. અફઘાનિસ્તાન પર તાલિબાને બંદૂકના દમ પર કબ્જો કરી લીધો છે. તેમાં સૌથી પ્રમુખ હક્કાની નેટવર્ક છે, જેના લડાકુઓએ સમગ્ર દેશની અંદર સૈન્ય અભિયાન ચલાવ્યું છે.

પાકિસ્તાન સમર્થક હક્કાની નેટવર્કની મદદથી તાલિબાનની અફઘાનિસ્તાનમાં વાપસીમાં મુખ્ય ભૂમિકા કાબુલ કમાન્ડર હમદુલ્લા મુખલિસની જ હતી. બદ્રી કોરના સ્પેશિયલ દળોના સિનિયર અધિકારી હમદુલ્લાને જ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં કમાન્ડર બનાવવામાં આવ્યો હતો. તાલિબાન મીડિયા અધિકારીએ જણાવ્યું કે કાબુલ પર કબ્જો કર્યા બાદ અશરફ ગનીની ખુરશી પર બેસેલ તાલિબાની શખ્સની તસ્વીર વાયરલ થઇ હતીમ આ શખ્સ હમદુલ્લા મુખલિસ હતો. તે પહેલો શખ્સ હતો જે પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીની ઓફિસમાં ઘુસ્યો હતો. મીડિયા અધિકારીએ જણાવ્યું હતું કે જયારે હમદુલ્લાને સૂચના મળી કે સરદાર દાઉદ ખાન હોસ્પિટલ પર હુમલો થયો છે તે ઘટનાસ્થળે પહોંચી ગયો. ઇસ્લામિક સ્ટેટનો મુકાબલો કરતા તેનું મોત થયું

Share This Article