ગોંડલમાં દીપડો પાંજરે પૂરાયો

admin
1 Min Read

ગોંડલ તાલુકાના ખંભાલીડા ગામે છેલ્લા ઘણાં દિવસોથી પશુઓનું મારણ કરીને આંતક ફેલાવતો દિપડો અંતે પાંજરે પુરાયો હોવાથી વન વિભાગના કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. ખંભાલીડા ગામે છેલ્લા પંદર દિવસ કરતાં વધું સમય પહેલા પાડી દિપડાએ પાડીનું મારણ કર્યું હતું જેમને કારણે દિપડાના આતંકને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ જવાં પામ્યો હતો.તો બીજી તરફ ગોંડલ રેન્જ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા ખંભાલીડાની પ્રાચીન બૌધ્ધ ગુફા પાસે પાંજરૂ મૂકીને દિપડાને પાંજરે પુરવાની ક્વાયત હાથ ધરતાં આજે વહેલી સવારે દિપડો પાંજરે પુરાતા ગ્રામજનો અને ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓએ રાહતનો દમ લીધો હતો. ઉલ્લેખનીય છે કે દીપડાના આતંકના કારણે લોકોમાં પણ ભયનો માહોલ છવાયો હતો. દીપડાને પાંજરે પુરતા ગામ લોકોએ રાહત અનુભવ કર્યો હતો.

Share This Article