ખાંભાના મોટા બારમણ ગામે ગોલમાલનો મામલે

admin
1 Min Read

ખાંભાના મોટા બારમણ ગામે વીમા કંપનીના અધિકારીઓ અને ખેડૂતો સામસામે આવી ગયા હતા. 91 ખેડૂતોની રિસર્વેની કામગીરીમાં 40 ખેડૂતોને બાકાત રખાતા ખેડૂતો વિફર્યા હતા અને નાગેશ્રી હાઇવે પર ઉતરી આવી ચક્કાજામ કર્યો હતો. બાદમાં ખેડૂતોએ ટાયરો સળગાવ્યા હતા. હજી 10 દિવસ પહેલા વીમા કંપનીના સર્વેયર દ્વારા ખેડૂતો પાસેથી વધુ નુકસાની બતાવવા રૂપિયા ઉઘરાવ્યા હતા.વીમા કંપનીના અધિકારીઓ દ્વારા ખેડબતોને મુદ્દત પૂરી થઇ હોવાની જણાવી વળતર નહીં આપવા કારસો ઘડ્યો છે. ખેડૂતો ખાંભા-નાગેશ્રી હાઇવે પર ચક્કાજામ કરી વિરોધ કર્યો હતો. વીમા કંપનીના અધિકારીઓ પાસે મોટા બારમણના સરપંચ દ્વારા મુદ્દત પૂરી કરવામાં આવી હોય તેવી જાહેરાત કે પરિપત્રની માંગ કરવામાં આવી છે.ઉલેખનીય છે કે અમરેલીમાં પાક વીમા મુદ્દે ખેડૂતોએ રસ્તા પર ઉતરી વિરોધ દર્શાવ્યો. ખેડૂતોના પાકવીમાના બાકી ફોર્મ ન સ્વીકારાતા ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળ્યો. આ મામલે ખેડૂતો અને વીમા કંપનીના અધિકારીઓ વચ્ચે બબાલ થઈ.જે બાદ ખેડૂતોએ ખાંભા-નાગેશ્રી હાઈવે પર ટાયર સળગાવી ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો. તેમજ ખેડૂતો સાથે વ્હાલા-દવલાની નીતિ રાખવામાં આવતી હોવાનો પણ આરોપ લગાવાવમાં આવ્યો.

Share This Article