ભારતીય સામ્યવાદી પક્ષના મંત્રી સુગીત પાઠકજી અને સી.પી.એમ,ના મંત્રી મનસુખ ખોરસીયા જણાવાત કહ્યું હતું કે , દેશમાં જયારથી નરેન્દ્ર મોદી શાસીત ભાજપ સરકાર સત્તા પર આવી છે ત્યારથી જ આ સરકારની કોર્પોરેટ તથા ઉદ્યોગપતિઓ તરફી અને જનતા વિરોધી આર્થિક નીતિઓના કારણે સમગ્ર દેશમાં આર્થિક સંકટ, મંદીનો માહોલ ઉભો થયો છે . નરેન્દ્ર મોદી સરકારની નિષ્ફળ ગયેલી આર્થિક નીતિઓના કારણે દેશ વધુને વધુ દેવાળીયો બનતો જાય છે . ભારતીય સામ્યવાદી પક્ષ સી.પી.આઈ.એમ સહિત તમામ ડાબેરી પક્ષો ભાજપની જન વિરોધી આર્થિક નીતિઓનો વિરોધ કરે છે . આ વિરોધના ભાગરૂપે સુરત શહેરના ડાબેરી પક્ષો સીપીઆઈ અને સીપીએમ દ્વારા આજે બપોરે 3 થી 5 કલાક સુધી ચોકબજાર , ગાંધીજીની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શનનું આયોજન કરાયું હતું.આ ધરણાં પ્રદર્શન માં કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -