કોરોના બેકાબૂ થતાં આ રાજ્યમાં લોકડાઉન લંબાવાયું

admin
1 Min Read

બિહારમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોના વાયરસના વધતાં કેસને રાજ્ય સરકારે લોકડાઉનની સમયમર્યાદા વધારવાનો નિર્ણય લીધો છે. નીતીશ સરકાર દ્વારા આ અંગે આદેશ બહાર પાડીને કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં 6 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લાગુ રહેશે. નોંધનીય છે કે આ પહેલા લોકડાઉનને 16મી ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યું હતું.

મળતી માહિતી મુજબ, બિહારમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે જેના કારણે નીતીશ કુમાર સરકારે લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી છે. સોમવારના રોજ બિહાર સરકાના ક્રાઈસિસ ગ્રુપ મેનેજમેન્ટ કમિટીની મીટિંગ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ વિભાગના એડિશનલ ચિફ સેક્રેટરી આમિર સુબહાનીએ આ અંગેની જાણકારી આપતા કહ્યું કે રાજ્યમાં 6 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લાગુ રહેશે.

(File PIc)

લોકડાઉનની જાહેરાત કરતાની સાથે જ બિહારમાં શાળા, કોલેજો પણ હજી બંધ રહેશે. આ ઉપરાંત ધાર્મિક સ્થળો સહિત શોપિંગ મોલ્સ, થિયેટર્સ પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

(File Pic)

જ્યારે ધંધાકીય પ્રવૃત્તિઓમાં થોડી છૂટછાટ આપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, રવિવારના રોજ રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણના નવા કુલ 2187 નવા કેસ નોંધાયા બાદ સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 1.04 લાખ સુધી પહોંચી ગઈ છે. આ સાથે જ આ જીવલેણ વાયરસના કારણે મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યા 537 સુધી પહોંચી ગઈ છે.

Share This Article