રાજ્યમાં ફરી વરસાદને લઇને હવામાન વિભાગે કરી આગાહી, આ તારીખે પડી શકે છે વરસાદ

admin
1 Min Read

ગુજરાતમાંથી ચોમાસુ હવે ધીરે-ધીરે વિદાય લઇ રહ્યું છે. તેમ છતાં હજી પણ હવામાન વિભાગની આગાહી મુજબ આગામ 9 અને 11 ઓક્ટોબરના રોજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સક્રિય થતા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતના વિવિધ ભાગોમાં શિયાળાને લઈ હજુ પણ આગામી 15 દિવસ રાહ જોવી પડી શકે છે.

મળતી માહિતી મુજબ, રાજ્યમાં હજુ પણ થોડા દિવસ બેવડી ઋતુનો અનુભવ થશે. જેમાં સવારે સામાન્ય ઠંડી અને બપોરના સમયે ગરમી અને ઉકળાટભર્યુ વાતાવરણ જોવા મળી શકે છે. પવનોની દિશા બદલાતા બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે. જો કે બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સક્રિય થતા રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ફરી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગ દ્વારા 9 અને 11 ઓક્ટબરના રોજ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડે તેવી શક્યતા છે. જો કે રાજ્યભરમાં ચોમાસું હવે ધીરે-ધીરે વિદાય લઇ રહ્યું છે. આપને જણાવી દઈએ કે, રાજ્યમાં આ વર્ષે ચોમાસું ભરપૂર રહ્યું છે. અંદાજે રાજ્યભરમાં 135 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જેના કારણે રાજ્યના અનેક ડેમ ઓવરફલો થયેલા જોવા મળ્યાં છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ શિયાળા માટે 15 દિવસની રાહ જોવી પડશે તેવી આગાહી કરવામાં આવી છે.

Share This Article