ફિલ્મ લુકા છુપીની બનશે સિકવલ

admin
1 Min Read

ફેમિલી કોમેડી ફિલ્મ લુકા છુપી જે પરિવાર સાથે લિવ ઇન રહેવાના ખ્યાલ પર આધારીત હતી, હવે તેના નિર્માતા ફિલ્મની સિક્વલ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. આ વખતે ફિલ્મ પરિવારમાં રહેતા દંપતીને ડિવોર્સ લેતા પડી રહેલી સમસ્યાઓ પર આધારિત હશે. પહેલી ફિલ્મ રિલીઝ થયા પછી, કેટલાક ઇન્ટરવ્યુમાં કૃતિ સેનને પણ આ વાતનો નિર્દેશ કર્યો હતો કે ફિલ્મની સિક્વલ બની શકે છે.

 

હવે નિર્માતા દિનેશ વિજને આ કન્ફર્મ કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે આ ફિલ્મની સ્ક્રિપ્ટ હમણાં લખાઈ રહી છે અને ફિલ્મમાં પરિવાર સાથે રહીને ડિવોર્સ લેવા વિષે બતાવવામાં આવશે. કપલ ડિવોર્સ લઈ લે છે, પરંતુ પરિવારને તે વિશે ખબર નથી પડતી અને તે રમુજી પરિસ્થિતિ બતાવવામાં આવશે.આ ફિલ્મ લખવામાં લગભગ 1 વર્ષનો સમય લાગશે, પછી જ તેના પર આગળ કામ કરવામાં આવશે. સિક્વલ વિશે આગળ વાત કરતાં તેમણે કહ્યું હતું કે, ‘આપણે ઘણી ફિલ્મો લિવ-ઇન રિલેશનશિપની થીમ પર બનેલી જોઈ છે, પરંતુ ‘લુકા છુપ્પી’માં અમે ફેમિલી એંગલ શામેલ કર્યું હતું અને ફિલ્મને લોકોએ ખુબ પસંદ કરી હતી. તો આ વખતે તેની સિક્વલમાં પણ બીજો ટ્વિસ્ટ જોવા મળશે. સિક્વલમાં કાસ્ટ ઉપરાંત કેટલાક નવા ચહેરાઓનો સમાવેશ પણ થઈ શકે છે.

Share This Article