પાલિકાએ પ્લાસ્ટિક વેચનારાઓની તવાઈ શરૂ કરી

admin
1 Min Read

હિંમતનગર નગરપાલિકા સ્વચ્છતા અભિયાન અંતર્ગત કામગીરી કરી રહી છે ત્યારે શહેરમાં જે પ્લાસ્ટિકનુ વેચાણ કરી રહ્યા છે તેમના પર તવાઈ શરૂ કરી છે… હિંમત હાઈસ્કુલ વિસ્તારમાં આવેલ એક હેલસેલ વેપારીને ત્યા રેડ કરીને 200 કિલો પ્લાસ્ટીક જપ્ત કરીને 2000 રૂપિયાનો દંડ કર્યો છે તો આ ઉપરાંત શાકમાર્કેટમાં પાલિકાનો કાફલો જઈને વેપારીઓને 200 રૂપિયાનો દંડ કરી 100 કિલો પ્લાસ્ટીક જપ્ત કરેલ છે. આમ ચીફ ઓફિસર સહિત પાલિકાના કર્મચારીઓએ પ્લાસ્ટીક વેચાણ કરતા તમામ લોકો પર લાલ આંખ કરી છે અને અને જો ફરીથી તેમણી પાસેથી પ્લાસ્ટીક મળશે તો પોલીસ ફરિયાદ પણ દર્જ કરાશે….

Share This Article