ગુજરાતમાં કોરોનાના કેસોનો આંકડો ચિંતાજનક રીતે વધ્યો

admin
1 Min Read

ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. કેસોની સંખ્યા સતત વધવાના કારણે તંત્રની પણ ચિંતા વધી છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા બાદ જામનગર અને રાજકોટમાં પણ કોરોનાનો કહેર વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં 9 સપ્ટેમ્બર સાંજથી 10 સપ્ટેમ્બર સાંજ સુધીમાં રાજ્યમાં વધુ 1332 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 1,09,627 થઈ છે.

તો બીજીબાજુ રાજ્યમાં એક જ દિવસમાં 1415 દર્દીઓએ કોરોનાને માત આપી છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. રાજ્યમાં 24 કલાકમાં વધુ 15 દર્દીના કોરોનાથી મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 3167 થયો છે. જ્યારે અત્યાર સુધી રાજ્યમાં કુલ 90330 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ ફરી એકવાર સુરતમાં સામે આવ્યા છે. સુરતમાં 24 કલાકમાં 278 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 167, વડોદરામાં 124 અને રાજકોટમાં 150 કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગરમાં 64, જામનગરમાં 105, પંચમહાલમાં 30, કચ્છમાં 20, ભરુચમાં 24 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં કુલ 16230 એક્ટિવ કેસ હોવાની વિગત સામે આવી છે.

Share This Article