ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા ચિંતાજનક રીતે વધી

admin
1 Min Read

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં  કોરોનાના વધુ 524 પોઝિટિવ કેસ નોંધાયા છે. ગુજરાતમાં નવા 524 પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા વધીને 24628 થઈ ગઈ છે. બીજીબાજુ રાજ્યમાં એક જ દિવસમાં 418 દર્દીની તબિયતમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. રાજ્યમાં 24 કલાકમાં વધુ 28 દર્દીઓના કોરોનાના કારણે મોત નિપજ્યા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 1534 થયો છે. જ્યારે અત્યાર સુધી કુલ 17090 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે.

રાજ્યમાં નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 332 કેસ નોંધાયા છે. અમદાવાદ ઉપરાંત સુરતમાં 71, વડોદરામાં 41 કેસ નોંધાયા છે. જ્યારે ગાંધીનગરમાં 22, રાજકોટમાં 10 કેસ નોંધાયા છે. આ ઉપરાંત ભરુચમાં 6, પંચમહાલમાં 5 કેસ નોંધાયા છે. જ્યારે અરવલ્લી-અમરેલીમાં 4-4 કેસ નોંધાયા છે. તો મહેસાણા-પાટણ-કચ્છ-જામનગર-સુરેન્દ્રનગર-બનાસકાંઠા-સાબરકાંઠા-આણંદ-ખેડામાં 2-2 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાંકુલ 6004 એક્ટિવ કેસ છે. જેમાં 64 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 5940 સ્ટેબલ છે.

Share This Article