ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા વધીને 18117 થઈ

admin
1 Min Read

ગુજરાતમાં કોરોના વાયરસના દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 485 કેસ નોંધાતા ખળભળાટ મચ્યો છે. ગુજરાતમાં નવા 485 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા વધીને 18117 થઈ ગઈ છે.

બીજીબાજુ રાજ્યમાં એક જ દિવસમાં 318 દર્દીની તબિયતમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

રાજ્યમાં 24 કલાકમાં વધુ 30 દર્દીઓના કોરોનાના કારણે મોત નિપજ્યા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 1122 થયો છે. જ્યારે અત્યાર સુધી કુલ 12212 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે.

 

રાજ્યમાં નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 290, સુરતમાં 77, ગાંધીનગરમાં 39 કેસ સામે આવ્યા છે. જ્યારે બનાસકાંઠામાં 10, ખેડા-પાટણમાં 5-5 કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત ભાવનગર-મહેસાણામાં 4-4 કેસ નોંધાયા છે. જ્યારે આણંદ-સાબરકાંઠા-દાહોદ-જુનાગઢ અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયો છે. આ ઉપરાંત રાજકોટ-અરવલ્લી-નવસારીમાં 2-2 કેસ નોંધાયા છે. મહત્વનું છે કે, રાજ્યમાં નોંધાયેલા 18117 કેસ પૈકી 12212 દર્દીઓ સાજા થઈ ચુક્યા છે. જ્યારે 1122 દર્દીના મોત નિપજ્યા છે. જ્યારે હાલ 4783 એક્ટિવ કેસ છે.

Share This Article