ગુજરાતમાં કોરોનાનો સંક્રમણ સતત વધી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 580 પોઝિટિવ કેસ નોંધાયા છે. ગુજરાતમાં નવા 577 પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા વધીને 30158 થઈ ગઈ છે.
તો રાજ્યમાં 24 કલાકમાં 410 દર્દીની તબિયતમાં સુધારો થયો છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. રાજ્યમાં 24 કલાકમાં વધુ 18 દર્દીઓના કોરોનાના કારણે મોત નિપજ્યા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 1772 થયો છે.
જ્યારે અત્યાર સુધી કુલ 22038 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 219 કેસ નોંધાયા છે. અમદાવાદ ઉપરાંત સુરતમાં 182, વડોદરામાં 45 કેસ નોંધાયા છે. જ્યારે ભરુચમાં 16, ગાંધીનગરમાં 14, રાજકોટમાં 13, જામનગરમાં 9 કેસ સામે આવ્યા છે.
આ ઉપરાંત ભાવનગર-આણંદ-પાટણમાં 8-8 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો મહેસાણામાં 7, નર્મદા-સુરેન્દ્રનગરમાં 6-6 કેસ સામે આવ્યા છે. જ્યારે ખેડા-અમરેલીમાં 5-5 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉપરાંતત પંચમહાલ-નવસારીમાં 4-4, કચ્છમાં 3, બોટાદ-દાહોદ-છોટાઉદેપુર-જુનાગઢ અને મોરબીમાં 2-2 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં કુલ 6348 એક્ટિવ કેસ છે. જ્યારે 61 લોકો વેન્ટિલેટર પર છે તો 6278 લોકો સ્ટેબલ છે.