ઈટાલીના આ ગામના લોકોએ પહાડ પર ગોઠવ્યા અરિસા, જાણો કારણ

admin
2 Min Read

ઈટાલીના મિલન પાસે આવેલા વિંગલ્લે નામના ગામમાં સૂર્ય ઉગતો કે આથમતો ન હોવાથી ગામના લોકોએ અંધારામાં જ પોતાનું જીવન વિતાવવાનો વારો આવ્યો હતો. જોકે, આ ગામ હવે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. હકિકત એવી છે કે જંગલો અને પહાડોની વચ્ચે રહેતા આ ગામમાં સૂરજના કિરણો પહોંચતા નહતા. આવી સ્થિતિમાં ગામ લોકોએ પોતાનો સૂરજ બનાવ્યો છે. નવાઈની વાત એ છે કે આ ગામમાં જે સૂરજ બનાવાયો છે એ અરિસ્સામાંથી તૈયાર કરેલા સૂર્ય પ્રકાશથી ગામના લોકો અજવાળુ પ્રાપ્ત કરે છે.

વિંગલ્લે ગામ મિલાનના ઉત્તર ભાગમાં 130 કિલોમીટર નીચે વસેલુ છે. ચારેય બાજુ પહાડો સૂર્યને એવી રીતે કવર કરી લે છે કે આખો દિવસ સૂરજના કિરણોથી આ ગામને વંચિત રહેવુ પડે છે. જોકે, ગામના એક એન્જિનિયર અને આર્કિટેક્ટે પોતાની સુજબુજથી આ સમસ્યાનો ઉકેલ લાવવાનો વિચાર કર્યો.

સરકારમાં આ અંગે રજૂઆત કરીને તેમણે 1 લાખ યુકો ખર્ચની મદદ મેળવીને 8 મીટર પહોળો અને 5 મીટર ઉંચો એક વિશાળ અરિસો અને ઓટોમેટિક ઓપરેટ થાય તેવી સોફ્ટવેર સિસ્ટમ ખરીદી. જેને પહાડો પર 1100 મીટરની ઉંચાઈએ સેટ કરી. આ અરિસાનો એંગલ સૂર્યના કિરણોનું રિફ્લેકશન ગામ પર પડે એ રીતે સેટ કરવામાં આવી.

આ ઉપરાંત સેટ કરેલા કોમ્પ્યુટર પ્રોગ્રામની મદદથી અરિસો પણ સૂરજની દિશા મુજબ સ્થાન બદલતો રહે છે. જેથી ગામ લોકો સૂર્યપ્રકાશની જરુર ના હોય ત્યારે બંધ પણ કરી શકે છે.  જેથી દિવસ દરમિયાન જે ગામમાં અંધારપટ રહેતો તે હવે જાણે સાક્ષાત સૂરજની રોશનીનો અનુભવ કરતા થયા છે.

Share This Article