ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો

admin
1 Min Read

દેશમાં છેલ્લા ઘણા સમયથી જાણે એક બાદ એક નવી આફતો સામે આવી રહી છે. કોરોના વાયરસ અને વાવાઝોડા ઉપરાંત દેશના ઘણા ભાગોમાં ભૂકંપના ઝટકા અનુભવાઈ રહ્યા છે.

ત્યારે આજે ગુજરાતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપના આંચકા બાદ લોકોમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે રાતના 8 વાગ્યે અને 12 મિનિટે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભૂકંપનો આંચકો આવ્યો છે. કચ્છમાં 5.5નો આંચકો આવ્યો છે.

અમદાવાદમાં ભૂકંપ આવતા લોકોમાં ગભરાટનો માહોલ ફેલાયો હતો અને લોકો રીતસરના ઘર બહાર દોડી આવ્યા હતા. અમદાવાદમાં ભૂકંપ આવતા બહુમાળી ઇમારત તેમજ લો રાઇઝ ઇમારતના લોકો ફ્લેટ બહાર નીકળી ગયા હતા આ સિવાય જામનગર, જૂનાગઢ અને રાજકોટમાં પણ ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો અને બહુમાળી બિલ્ડિંગો ધ્રુજ્યા હતા. જ્યારે સુરેન્દ્રનગર, હળવદ, પાટણમાં પણ ભૂકંપનો આંચકો આવ્યો છે. રાજકોટથી નોર્થ-નોર્થ વેસ્ટ 122 કિમી ભૂકંપનું કેન્દ્ર બિંદુ અને તીવ્રતા 5.8ની નોંધાઈ છે..

Share This Article