અમરેલીના રાજુલા, બાબરામાં ધોધમાર વરસાદ

admin
1 Min Read

અમરેલીનાં રાજુલા પંથકમાં ભારે વરસાદને કારણે અનેક સ્થળે પાણી ભરાયા છે. રાજુલા અને બાબરા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.. શહેરમાં બે ઈંચ વરસાદ પડતા ગોકુળનગર સહિતના વિસ્તારમાં, પાણી ભરાયા હતા. અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ જતા લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. જોકે કલાકો વીત્યા છતા નગરપાલિકા તંત્ર દ્વારા પાણીનો નિકાલ નહિ કરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તો બીજીબાજુ પાણીનો નિકાલ ન થતા રોગચાળો ફાટી નીકળવાનો ભય રહેલો છે. હવામાન વિભાગે અમદાવાદ, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ક્યાંક વાદળછાયું વાતાવરણ છે તો ક્યાંક ઝરમર વરસાદ વરસી રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં હજુ થોડા દિવસ સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમની અસરથી વરસાદ જોવા મળશે. આ સિવાય જામનગર, દ્વારકા, ભાવનગર અને અમરેલીમાં વરસાદની આગાહી છે. જ્યારે રાજકોટ, ગીર અને સોમનાથમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Share This Article