આવતીકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ થશે જાહેર

admin
1 Min Read

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, આવતીકાલે ધોરણ-12નું સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવશે. આવતીકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાય લક્ષી પ્રવાહ, ઉ .બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત માધ્યમની માર્ચ 2020નું પરિણામ જાહેર થશે.

સોમવારે પરિણામ ઓનલાઈન જાહેર કરવામાં આવશે. સવારે 8 વાગે બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાશે. મળતી માહિતી મુજબ, ધોરણ 12 સાયન્સ અને ધોરણ 10ના પરિણામો બાદ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેરત થતા આગામી સમયમાં કૉલેજમાં એડમિશનની પ્રક્રિયા પણ શરૂ કરી શકાશે.

કોરોના વાયરસના સંક્રમણના કારણે શાળાઓ બંધ હોવાને લીધે આ પરિણામ પણ હાલમાં ઓનલાઇન જ મૂકાશે. આપને જણાવી દઈએ કે, શનિવારે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રેસ કૉન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી કે રાજ્યમાં 15 ઑગેસ્ટ સુધી શાળા-કૉલેજો ખુલવાની કોઈ શક્યતા નથી.

તેવામાં આ પરિણામ માત્ર પ્રવેશ પ્રક્રિયા માટે ઉપયોગ થશે. જોકે, ધોરણ 12 સાયન્સના પરિણામ બાદ પણ હજુ પ્રૉફેશનલ અભ્યાસક્રમોમાં કેવી રીતે પ્રવેશ અપાશે તે નક્કી નથી ત્યારે આ પરિણામ બાદ કૉલેજમાં એડમિશન પ્રક્રિયા કેવી રીતે થશે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી.

Share This Article