ધનાઢ્ય પરિવારે કોરોનાના કહેર વચ્ચે લોકડાઉનનું કર્યું ઉલ્લંઘન, IPS અધિકારીએ જ આપ્યો ઈમરજન્સી પાસ

admin
2 Min Read

કોરોના વાયરસ મહામારીને માત આપવા માટે આખા દેશમાં અત્યારે લોકડાઉન છે. અંદાજે 100 કરોડથી વધુ લોકો પોતાના ઘરોમાં છે અને સરકારના નિર્દેશોનું પાલન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે મહારાષ્ટ્રમાં લોકડાઉનમાં વીઆઈપી ટ્રીટમેન્ટના કેસે આખી વ્યવસ્થા પર જ પ્રશ્નાર્થ ઉભો કરી દીધો છે.

દીવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના પ્રમોટર કપિલ અને ધીરજ વાધવાન પોતાના પરિવારની સાથે લોકડાઉન તોડી મહાબળેશ્વર ફરવા પહોંચ્યા હતા. ત્યારબાદ હવે પ્રશાસનથી લઇ ઠાકરે સરકાર આ મામલે વિવાદોમાં સપડાઈ છે.

મળતી માહિતી મુજબ, કોરોના સંક્રમણ અને લોકડાઉન વચ્ચે મહારાષ્ટ્ર સરકારના ઉચ્ચ અધિકારીની એક મોટી બેદરકારી સામે આવી છે. અહીંયા ગૃહ વિભાગના મુખ્ય સચિવ આઈપીએસ અધિકારી અમિતાભ ગુપ્તાએ DHFLના પ્રમોટર કપિલ વાધવાન અને ધીરજ વાધવાનના પરિવારને ઈમરજન્સી પાસ આપ્યો હતો.

આ પાસના આધારે વાધવાન પરિવારના 23 લોકો બુધવારે ૫ ગાડીઓમાં સવાર થઈને ખંડાલાથી મહાબળેશ્વરમાં આવેલા તેમના ફાર્મહાઉસ પહોંચી ગયા હતા. તેમની સાથે ગાર્ડ અને રસોઈયાઓ પણ ગયા છે.બેદરકારીના કેસમાં  આઈપીએસ ગુપ્તાને અનિશ્વિત ગાળાની રજા પર મોકલી દેવાયા છે.

પોલીસના પ્રશ્નો પર વાધવાન બંધુઓની તરફથી મેડિકલ ઇમરજન્સીનું કારણ બતાવામાં આવ્યું..પરંતુ પોલીસે બાતમાં તમામને ક્વારેન્ટાઇનમાં લઇ લીધા અને લોકડાઉનનું ઉલ્લંઘન કરવાનો કેસ દાખલ કર્યો. તમામ 23 લોકો પર સેકશન 188 સિવાય સેકશન 51ની અંતર્ગત કેસ નોંધ્યો છે. બીજીબાજુ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે આ કેસમાં તપાસની માંગ કરી હતી. આ ઉપરાંત ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે આ કેસમાં તપાસની માંગ કરી હતી.

Share This Article