રુપાણી સરકારે પ્રાથમિક શિક્ષકો માટે લીધો મહત્વનો નિર્ણય

admin
1 Min Read

રાજ્યની રૂપાણી સરકાર દ્વારા પ્રાથમિક શાળાના શિક્ષકો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણયનો લાભ રાજ્યના આશરે 2 લાખ શિક્ષકોને મળશે. સરકારે પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અંદાજે બે લાખ જેટલા શિક્ષકોની બદલીના નિયમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમ પ્રમાણે ધોરણ.1થી 5ના શિક્ષકોને વધતા કિસ્સામાં ધોરણ.6થી 8માં સમાવવામાં આવશે નહીં. બંનેની સિનિયોરિટી અલગ-અલગ જ ગણવામાં આવશે, જેને કારણે હવે પ્રાથમિક શિક્ષકોની જિલ્લાફેર બદલીમાં સરળતા રહેશે.

અત્યાર સુધી ધોરણ 1થી ધોરણ 8ને સળંગ એકમ ગણવામાં આવતું હોવાથી સિનિયોરિટીના લાભથી અનેક શિક્ષકો વંચિત રહેતા હતા. તેમની બદલીઓમાં વિલંબ થતો હતો પણ હવે અલગ એકમ ગણાતાં તેમની બદલી ઝડપથી કરી શકાશે.

આ ઉપરાંત ગુજરાત સરકારની સચિવાલય સેવાઓ, ગુજરાત જાહેર આયોગ અને ગુજરાત હાઈકોર્ટની વિવિધ જગ્યાઓમાં નિમણૂંક થયેલ કર્મચારી કે અધિકારીઓના નોકરીના 3 વર્ષ પૂર્ણ થયા બાદ તેમના શિક્ષક પત્ની કે પતિને બદલીનો લાભ આપવામાં આવશે. મહત્વનું છે કે, શિક્ષણ વિભાગે ટેમ્પરરી એવી જોગવાઈ કરી હતી કે ધોરણ 1થી 5માં જે શિક્ષકો વધુ હોય તેમને ધોરણ.6થી 8માં સમાવવાના રહેશે. આમ, વધારાના શિક્ષકો ઉચ્ચ પ્રાથમિકમાં સમાવિષ્ટ થવાના કારણે બદલીના સંજોગોમાં ધોરણ 1થી 8નો સળંગ એકમ ધ્યાનમાં લેવામાં આવતો હતો. હવે આ નિયમ બદલાતાં શિક્ષકોને ફાયદો થશે.

Share This Article