દબંગ-3 નું શૂટિંગ થયું પૂરું

admin
1 Min Read

સલમાન ખાન સ્ટારર ફિલ્મ દબંગ 3નું શૂટિંગ પૂરું થઇ ગયું છે. છેલ્લા દિવસે સલમાને શૂટિંગ પૂરું થવાની જાહેરાત કરતાં એક વીડિયો રેકૉર્ડ કર્યો. જેમાં સલમાન ખાન દબંગ 3ની આખી ટીમ સાથે દિવંગત અભિનેતા વિનોદ ખન્નાને શ્રદ્ધાંજલિ આપતા જોવા મળે છે. વિનોદ ખન્નાએ દબંગ સીરીઝની પહેલી બે ફિલ્મોમાં તેના પિતા પ્રજાપતિ પાંડેનું પાત્ર ભજવ્યું હતું. 6 ઑક્ટોબરના રોજ વિનોદ ખન્નાની બર્થ એનિવર્સરી પણ હતી. 27 એપ્રિલ 2017ના રોજ વિનોદ ખન્નાનું મૃત્યું થયું હતું, જેના પછી દબંગ મેકર્સે વિનોદ ખન્નાના ભાઈ પ્રમોદ ખન્નાને સલમાન ખાનના પિતાનું પાત્ર આપ્યું હતું. વીડિયોમાં એક નહીં પણ બે સલમાન ખાન છે. સલમાન ખાને પોતાનો આ વીડિયો બધાં જ સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શૅર કર્યો છે. હકીકતે આ વીડિયો ક્લિપમાં સલમાન ખાન સાથે તેના ડુપ્લીકેટ પણ જોવા મળી રહ્યા છે. દબંગમાં સલમાને પોલીસ ઑફિસર ચુલબુલ પાંડેનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મને પ્રભુદેવાએ ડાયરેક્ટ કરી છે. દબંગની પહેલી બન્ને ફિલ્મોમાં સોનાક્ષી સિન્હા, અરબાઝ ખાન અને માહી ગિલ પણ જોવા મળ્યા છે. દબંગ 3માં સાઉથ સુપરસ્ટાર સુદીપ વિલનનું પાત્ર ભજવશે તો મહેશ માંજરેકરની દીકરી સઈ માંજરેકર બોલીવુડમાં ડેબ્યૂ કરશે.

Share This Article