કોરોનાને લઈ અમદાવાદમાં સ્થિતિ વધુ ચિંતાજનક બની, AMC આસિ. કમિશનર-એલજી હોસ્પિ.ના પ્રોફેસર કોરોનાની ઝપેટમાં

admin
2 Min Read

ગુજરાતમાં કોરોના નામની મહામારી ખૂબ જ ખતરનાક સ્વરુપ લઈ રહી છે.  રાજ્યમાં જે રીતે પોઝિટિવ કેસનો આંકડો વધી રહ્યો છે તે જોતા લાગી રહ્યું છે કે ચાલુ સપ્તાહમાં તે 1 હજારનો આંકડો વટાવી લેશે. રાજ્યમાં સૌથી વધુ કોરોના પ્રભાવિત હોય તો એ અમદાવાદ છે. રાજ્યમાં નોંધાયેલા કેસો પૈકી 50 ટકા કેસ અમદાવાદ શહેર જિલ્લામાં નોંધાયા છે.

ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ આસિસ્ટન્ટ કમિશનરનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચ્યો છે. આ ઉપરાંત અમદાવાદની એલજી હોસ્પિટલના પ્રોફેસર પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. આ કેસો બાદ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ અમદાવાદમાં સ્થિતિ વધુ ગંભીર બની રહી હોય તેમ જણાવ્યું હતું…

રોનાનું હોટસ્પોટ બનેલા અમદાવાદમાં આજે વધુ 42 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે શહેરમાં કોરોનાના કુલ દર્દીલ 492 થયા છે. જ્યારે 17ના મોત અને 17 લોકો સાજા થયા છે.હવે તંત્ર પણ કોરોનાની ઝપટમાં આવવા લાગ્યું છે. આજે પોલીસ કર્મી અને AMCના આસિસ્ટન્ટ કમિશનરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારનો રિપોર્ટ પેન્ડીગ છે.

શહેરની કોરોનાની સ્થિતિ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે, કોર્પોરેશનના એક અધિકારી અને એક કર્મચારીને કોરોના થયો છે. સ્થિતિ વધુ ગંભીર થઈ રહી છે. એલ.જી. હોસ્પિટલના પ્રોફેસર સહિત 4ને કોરોના ખાનગી લેબમાં હવે રૂ.2 હજારમાં ટેસ્ટ થશે.

Share This Article