જાપાનમાં વાવાઝોડાને લીધે આકાશ ગુલાબી થયું

admin
1 Min Read

જાપાનમાં છેલ્લા 60 વર્ષમાં સૌથી ખતરનાક વાવાઝોડું ત્રાટક્તા મોટાપાયે તારાજી સર્જાઈ છે. વાવાઝોડા ‘હગિબીસ’ને લીધે આકાશ ગુલાબી થઈ જવા પામ્યુ હતું. ચક્રવાત હગિબીસ ટોક્યો તરફ વધી રહ્યું છે. વાવાઝોડા પહેલા આના પ્રભાવને કારણે ભારે વરસાદ પડ્યો છે અને 180 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાઇ રહ્યો છે. વાવાઝોડાને કારણે રગ્બી વિશ્વ કપની બે મેચોને રદ કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત 1600થી વધુ ફ્લાઇટો પણ રદ કરવામાં આવી છે. પૂર્વ ટોક્યોના ચિબામાં આ વાવાઝોડાને કારણે એક વ્યક્તિનું મોત થયું છે. વાવાઝોડાને હગિબીસ નામ ફિલીપાઇન્સે આપ્યું છે. વાવાઝોડના લીધે જાપાનના ઘણા વિસ્તારોમાં પૂર અને ભૂસ્ખલનની પણ આશંકા છે. કિનારાના વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે. ટોક્યો સિવાય શિજોકા, ગુન્મા અને ચિબાથી 50 હજાર લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થાનો પર જવા માટે કહેવામાં આવ્યું છે. બીજી તરફ જાપાનના દસ પ્રાંતોમાં લગભગ 42 લાખ લોકોને વિસ્થાપિત કરવામાં આવ્યા છે.

 

Share This Article