અનલોક-4ને લઈ રાજ્ય સરકારે જાહેર કરી ગાઈડલાઈન, હોટલ-રેસ્ટોરન્ટ અને દુકાનોને મોટી રાહત

admin
1 Min Read

રાજ્યમાં કોરોનાના કેસો સતત વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે કેન્દ્ર સરકારે જાહેર કરેલ અનલોક 4ની ગાઈડલાઈન બાદ હવે ગુજરાત સરકારે અનલોક-4ની ગાઈડલાઈન જાહેર કરી છે.

ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન અનુસાર, 21 સપ્ટેમ્બરથી સામાજિક, રાજકિય, મનોરંજન, રમત, ધાર્મિક વગેરે સાથે સંકળાયેલા કાર્યક્રમોને મંજૂરી રહેશે, પરંતુ એક છત નીચે 100થી વધુ લોકોને મંજૂરી મળશે નહીં.

જો કે, આ પ્રકારના કાર્યક્રમમાં ફરજિયાત ફેસ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, થર્મલ સ્કેનિંગ, સેનિટાઇઝર અને કોવિડ-19ના નિયમોનું પાનલ કરવું પડશે. રાજ્ય સરકારે જાહેર કરેલ ગાઈડલાઈન મુજબ હોટલ અને રેસ્ટોરન્ટને સૌથી મોટી રાહત આપવામાં આવી છે.

રાજ્ય સરકારના આ નિર્ણયથી હોટલ માલિકોમાં ખુશીની લાગણી જોવા મળી છે. આ પહેલા રાત્રે 10 સુધીની જ પરવાનગી હતી. આ ઉપરાંત દુકાનદારો માટે પણ રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે. જે મુજબ 8 વાગ્યા સુધી ખુલ્લી રહેતી દુકાનો હવે 24 કલાક ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે. જ્યારે સ્કૂલ સહિતની શૈક્ષણિક સંસ્થાઓ 30 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે.

Share This Article