રાજ્ય સરકાર હવે વિદ્યાર્થીઓને આપશે ઓનલાઈન શિક્ષણ

admin
1 Min Read

કોરોના કહેરની મહામારીમાં પણ ખાનગી શાળાઓ ફી મામેલ પોતાની મનમાની ચલાવી રહી છે. શાળાઓ દ્વારા ફી ઉઘરાવવા મામલે વાલીઓ પર દબાણ કરવા મામલે ગુજરાત હાઇકોર્ટે પણ ફી મુદ્દે દબાણ ન કરવા કહી વાલીઓને રાહત આપી હતી. જો કે શિક્ષણ વિભાગ અને હાઇકોર્ટનાં આદેશ બાદ ખાનગી શાળાઓએ જો ફી નહીં આપવામાં આવે તો ઓનલાઇન શિક્ષણ બંધ એવો નિર્ણય કર્યો હતો. ત્યારે કોરોના મહામારી વચ્ચે ખાનગી સ્કુલો દ્વારા રાજ્યમાં રાજ્યમાં ઓનલાઈન શિક્ષણ બંધ કર્યાના 24 કલાકમાં જ સરકાર એક્શનમાં આવી છે.

(File Pic)

જેમાં શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મૌન તોડી મોટુ નિવેદન આપ્યું છે. હવે રાજ્ય સરકાર ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓને પણ શિક્ષણ આપશે. અત્યાર સુધી ફક્ત સરકારી શાળાઓના બાળકો માટે ગુજરાતી ભાષામાં ટી.વી. ચેનલો દ્વારા શિક્ષણ આપાતું હતું પરંતુ હવે તમામ ખાનગી શાળાઓના ગુજરાતી અને અંગ્રેજી શાળાના બાળકો પણ ટી.વી. ચેનલ મારફતે શિક્ષણ લઈ શકશે.

(File Pic)

ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં નિવેદન આપતા જણાવ્યું કે, “ખાનગી શાળાઓને બદલે હવે રાજ્ય સરકાર વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપશે. સરકાર DD ગિરનારનાં માધ્યમથી ઓનલાઇન શિક્ષણ આપી જ રહી છે અને જલ્દી અંગ્રેજી માધ્યમનાં વિદ્યાર્થીઓને માટે પણ વ્યવસ્થા કરશે.”

Share This Article