નેત્રંગમાં સરદાર પટેલની પ્રતિમા ધૂળ ખાઈ રહી છે

admin
2 Min Read

પ્રાપ્ત માહિતી મુજબ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અખંડ ભારતના શિલ્પી અને દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલની સૌથી ઉંચી ૧૮૨ મીટર પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નમૅદા જીલ્લાના કેવડીયા ખાતે બનાવી એક સાચી શ્રદ્ધાંજલી પાઠવી હતી. જે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા હોવાથી દેશ-દુનિયા નેતાઓ, ઉધોગપતિઓ, સાધુ-સંતો સહિત લાખોની સંખ્યામાં પયૅટકો મુલાકાતો કરી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના આજુબાજુ વિસ્તારનો સર્વાંગી વિકાસ કરવામાં ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો. જ્યારે સરદાર પટેલની જન્મજયંતિના દિવસે દેશના પ્રધાનમંત્રી આવી પુજા-અર્ચન કરી નમન કર્યું હતું. જે પ્રશંસનીય બાબત છે. જેમાં મુખ્યત્વે ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકાના ચાસવદ ગામમાં અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની પ્રતિમા છેલ્લા કેટલાક વર્ષોથી ધુળ ખાઇ રહી છે એવી લોકમુખે ચર્ચાઓ સાંભળવા મળી રહી છે. પ્રતિમાની આસપાસ ઝાડી-ઝાખરોની ઉગી નિકળ્યા છે ઠેર-ઠેર કચરા અને ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે. સરદાર પટેલની પ્રતિમાની હાલત પણ જજૅરીત થઇ ગઇ છે. તેમ છતાં સરકારીતંત્ર ધ્વારા આંખ આડા કાન કરવામાં આવતા સમગ્ર વિસ્તારની પ્રજામાં ભારે રોષ ભભુકી ઉઠ્યો છે. જ્યારે બીજી બાજુએ નેત્રંગના ચાસવદથી માત્ર ૭૦ કિમી દુર સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર સરદાર પટેલની જ્યંતિ નિમિતે કરોડો રૂપિયાના ખચૉ કરીને શ્રધ્ધાંજલીના કાયૅક્રમો કરવામાં આવ્યા હતા. પરંતુ કમનસીબે નેત્રંગના ચાસવદ ગામમાં સરદાર જ્યંતિ નિમિતે પ્રતિમાને શ્રધ્ધાંજલી અપૅણ કરવા માટે સરકારના જમાઇ એટલે કે સરકારી અધિકારીઓ, પદાધિકારીઓ અને નેતાઓ પણ કોઇ ફરક્યું નથી એવી લોકમુખે ચર્ચાઓ થઇ રહી છે. ચાસવદ ગામે સરદાર પટેલની પ્રતિમાના આસપાસની ઝાડી-ઝાખરોને દુર કરીને સાફ-સફાઇ કરવામાં આવે અને સરદાર પટેલની પ્રતિમાને જાળવણી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે…

Share This Article