સુપ્રીમ કોર્ટે કોરોનામાં ગુજરાતની આ કાર્યવાહીની કરી પ્રશંસા

admin
1 Min Read

કોરોનાવાયરસના કેસ દેશમાં સતત વધી રહ્યા છે અને લોકો માટે સૌથી મોટો સવાલ છે કે કોરોનાવાયરસ બીમારીના ઈલાજનો ખર્ચ કેટલો..? તો આ મુદ્દે સુપ્રીમ કોર્ટે અન્ય રાજ્યોને કોરોનાવાયરસના દર્દીઓનો ઈલાજ માટે ગુજરાત મોડલ અપનાવવાનો આદેશ આપ્યો છે. મળતી માહિતી મુજબ, સુપ્રીમ કોર્ટે કોરોના મુદ્દે ગુજરાત મોડલના વખાણ કર્યા છે.

(File Pic)

કોરોના દર્દીઓની સારવારની ફી નિર્ધારણને લઇ વખાણ કર્યા હતા. સુપ્રીમે અન્ય રાજ્યોને ગુજરાત મોડલ આપનાવવા માટેનો અપીલ કરી છે. મહત્વનું છે કે, કોરોના દર્દીઓની સારવાર માટે ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયાની વસૂલીને રોકનારી અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પહેલા સંબંધિત હાઈકોર્ટમાં જાઓ. આના પર અરજીકર્તાઓ તરફથી વકીલ આનંદ ગ્રોવરે કહ્યું કે, હાઈકોર્ટ ન મોકલવામાં આવે.

(File Pic)

સુપ્રીમ કોર્ટે SGને તમામ રાજ્યોને પત્ર લખવા કહ્યું છે અને મહામારી પ્રબંધન એક્ટ હેઠળની સારવાર ફી નક્કી કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત ફી નક્કી કરતા સમયે રાજ્યો ગુજરાત મોડલ અનુસરે તે અંગેની પણ વાત કરી છે.. દર્દીઓને ફ્રી નહીં તો સુલભ સારવાર મળે તે પ્રકારની વ્યવસ્થા કરવાની સૂચન સુપ્રીમ કોર્ટ દ્વારા રાજ્ય સરકારને કહેવામાં આવ્યું છે. આ મહામારીમાં તમામ લોકો સેવા કરીને બીજાનો જીવ બચાવવાના પ્રયાસ કરે તેવી અપીલ કરી છે.

Share This Article