હિંમતનગરના બોરીયા ખૂરદ ગામે પહોંચી જીટકોની ટીમ

admin
1 Min Read

ફેક્ટરી માલિકો કેમિકલયુક્ત પાણી જમીનમાં છોડતા ભૂગર્ભ જળ પ્રદૂષિત થતા બોરવેલમાં લાલ પાણી આવતુ હોવાની ફરીયાદ ઉઠવા પામી હતી. 15 જેટલા બોરવેલમાં લાલ પાણી આવતું હોવાનું સામે આવ્યા બાદ આ અંગે તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે ફરીયાદ કરવામાં આવી હતી. જે અંગે હાઈકોર્ટે આદેશ આપતા જીટકોની ટીમ દ્વારા બોરીયા ખૂરદ ગામમાં તપાસ હાથ ધરવામાં આવી છે. થોડા સમય અગાઉ જીપીસીબીની ટીમે પણ ગામની મુલાકાત લઈ બોરવેલમાં આવતા લાલ પાણીને લઈ તપાસ કરી હતી. ત્યારે ફેક્ટરી માલિકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સ્થાનિક ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે. જોકે એ જોવું રહ્યું કે જીટકોની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવ્યા બાદ આ મુદ્દે ક્યારે કાર્યવાહી કરવામાં આવે છે અને ફેક્ટરી માલિકો સામે પગલા લેવામાં આવે છે કે નહીં.

Share This Article