સુહાના ખાનની ફિલ્મનું ટીઝર થયું રીલીઝ

admin
1 Min Read

શાહરૂખ ખાનની પુત્રી સુહાનાની પહેલી ફિલ્મનું ટીઝર સોશ્યલ મીડિયા પર રીલીઝ થયું છે. અત્યાર સુધીમાં સ્કૂલ અને કોલેજમાં જોવા મળતી આ સ્ટાર કિડની ઘણા તસવીરો અને વીડિયો વાયરલ થયા હતા, પરંતુ હવે તે પહેલીવાર આ ફિલ્મમાં એક્ટિંગ કરતી જોવા મળશે. સોશિયલ મીડિયા પર સામે આવતા આ વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે આ ટીઝર શોર્ટ ફિલ્મ ‘ધ ગ્રે પાર્ટ ઓફ બ્લુ’નું છે. આ ફિલ્મ સુહાનાના મિત્ર દ્વારા બનાવવામાં આવી છે. આ ટીઝર ઘણું શોર્ટ છે પરંતુ તેમાં સુહાનાની અભિનયની ક્ષમતાને જોઇ શકાય છે. તે ટીઝરમાં ખૂબ સારા એક્સપ્રેશન આપતી જોવા મળે છે જે કોઈ ડાયલોગ વિના પણ કેરેકટરની ભાવનાની ફિલ કરાવે છે. આ શોર્ટ વિડિઓ જોઈને સમજી શકાય છે કે સુહાનાને તેની કોલેજમાં અભિનય માટે કેમ એવોર્ડ આપવામાં આવ્યો હતો. એ કહેવું પણ ખોટું નથી કે જો સ્ટારકીડ બોલિવૂડમાં આવે તો તે અન્ય નવા એક્ટર્સને ઘણી ટક્કર આપી શકે છે. સુહાના હાલમાં લંડનથી અભ્યાસ પૂર્ણ કર્યા પછી ન્યૂયોર્કમાં એક એક્ટિંગનો કોર્સ કરી રહી છે.

Share This Article