ભારતના આ શહેરમાં 1 હજાર કરોડમાં નિર્માણ પામી રહ્યું છે રામાનુજાચાર્યનું મંદિર

admin
2 Min Read

ભારતના મહાન સંતોમાંના એક રામાનુજાચાર્યની સહસ્ત્રાબ્દી વર્ષ એટલે કે 1 હજાર વર્ષ પુરા થાય છે. તેમની યાદમાં હૈદરાબાદમાં હવે એક ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ મંદિર પાછળ આશરે 1 હજાર કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવનાર છે. મંદિરની ખાસિયત એ હશે કે અહીં રામાનુજાચાર્યનીબે મૂર્તિઓ હશે. જે પૈકી શ્રીરામનગર જીવા આશ્રમની પાસે 216 ફુટ ઉંચી પ્રતિમાં સ્થાપિત કરવામાં આવી છે. જેને સ્ટેચ્યૂ ઓફ ઈક્વાલિટીનું નામ આપવામાં આવ્યું છે.

આ મૂર્તિનું નિર્માણ અષ્ટઘાતુના મિશ્રણથી કરાવવામાં આવ્યું છે. જ્યારે રામાનુજાચાર્યની બીજી પ્રતિમા 120 કિલો સોનાની હશે. જેને મંદિરના ભવ્ય ગર્ભગૃહમાં રાખાવામાં આવશે. સનાતન પરંપરાના કોઈપણ સંત માટે હાલ આટલુ ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું નથી.

રામાનુજાચાર્ય સ્વામી પહેલા એવા સંત છે જેમની આટલી મોટી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ મંદિરનું નિર્માણ 2014માં શરુ કરવામાં આવ્યુ હતું. આપને જણાવી દઈએ કે, રામાનુજાચાર્યની સૌથી મોટી પ્રતિમાં ચીનમાં બની છે. જેનો ખર્ચ 400 કરોડ છે. જે ગિનીસ બુક ઓફ રેકોર્ડમાં સમાવિષ્ટ છે.

મહત્વનું છે કે, 1 હજાર વર્ષ પહેલા રામાનુજાચાર્ય સ્વામીએ ભારતીય સમાજમાં પરિવર્તનની આંધી ચલાવી હતી. તે સમયે છુઆછુત અને જાતિ આધારીત બંદીઓ, તેમજ એ પહેલા વ્યક્તિ હતા જેમણે પછાત લોકોને મંદિર પ્રવેશ કરાવ્યુ હતું.

સનાતન પરંપરાના કોઈ પણ સંત માટે આટલું ભવ્ય અત્યાર સુધી બન્યુ નથી. રામાનુજાચાર્ય સ્વામી પહેલા સંત હશે જેમની આટલી મોટી પ્રતિમા સ્થાપિત થઈ છે.

Share This Article