કતારગામમાં તસ્કરોનો આતંક યથાવત

admin
1 Min Read

સુરત કતારગામ ખાતે આવલે એક મકાનને નિશાન બનાવી મકાનમાં રહેલ તિજોરીની ચોરી કરી ફરાર થઇ ગયા છે. જોકે, આ તિજોરીમાં રોકડ સાથે વિદેશી ચલણ હોવાને લઈને મકાન માલિક દ્વારા આ મામલે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે તપાસ કરતા ચોરી કરવા આવેલા ચોર સી.સી.ટી.વીમાં કેમેરામાં કેદ થયેલા જોવા મળ્યા છે. હાલ તો પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આદરી છે. આ વિચિત્ર ચોરીની ચકચારી મચાવતી બાબત એ છે કે ચોરોથી તિજોરીનું તાળું ન તૂટ્યું તો તેઓ આખી તિજોરી જ ઉઠાવી ગયા હતા. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજકોટના જસદણના જશાપર ગામના વતની અને સુરતમાં કતારગામ લક્ષ્મીકાંત હાથી મંદિર રોડ સ્થિત સર્જન સોસાયટી ગેટ નં.2 ઘર નં.33 માં રહેતા 43 વર્ષીય જીતેન્દ્રભાઈ પ્રાગજીભાઈ પાનસુરીયાની વરાછા મિનીબજારમાં હીરાની ઓફિસ  છે. વેકેશનમાં પત્નીઅને પુત્ર સાથે તેઓ વતન ગયા હતા. દરમિયાન તા.28મીએ તેમને ઘર સામે રહેતા રતિકાકાએ કોલ કરી ઘરમાં ચોરી થયાની જાણ કરી હતી.

Share This Article