ઓક્સફર્ડની વેક્સીનનું ટ્રાયલ રોકી દેવાયું , કારણ જાણી ચોંકી જશો

admin
1 Min Read

કોરોના વાયરસની સામેની જંગમાં એક મોટો ઝટકો લાગ્યો છે. એસ્ટ્રાજેનેકા અને ઓક્સફર્ડ યુનિવર્સિટીની વેક્સીનની ટ્રાયલના માનવ પરીક્ષણમાં એક વ્યક્તિની તબીયત અચાનક લથડી હતી જેના બાદ આ ટ્રાયલ રોકી દેવામાં આવ્યું છે. જોકે એસ્ટ્રાજેનેકા કંપની દ્વારા આપવામાં આવેલ નિવેદનમાં જણાવાયું છે કે આ એક રુટીન મુજબ રોકવામાં આવ્યું છે.

કારણકે પરીક્ષણમાં સામેલ વ્યક્તિની બિમારી કઈ છે તે અંગે કંઈ સમજવુ મુશ્કેલ છે. એસ્ટ્રાજેનેકા અને ઓક્સફર્ડ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલ આ વેક્સીનનું નામ AZD1222 રાખવામાં આવ્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ડબ્લ્યુએચઓના જણાવ્યા મુજબ, દુનિયાના અન્ય વેક્સીન ટ્રાયલની સરખામણીમાં આ સૌથી આગળ ચાલી રહી હતી.

મહત્વનું છે કે, ભારત સહિત અનેક દેશોની નજર ઓક્સફર્ડ યુનિવર્સિટીની આ વેક્સીન પર ટકેલી છે. હાલ દુનિયાભરમાં લગભગ 12 સ્થળો પર કોરોના વેક્સીનના ટ્રાયલ ચાલી રહ્યા છે પરંતુ એક્સપર્ટ્સનું માનીએ તો ઓક્સફર્ડ યુનિવર્સિટીનું ટ્રાયલ સૌથી આગળ છે. આ વેક્સીન તેના ત્રીજા તબક્કામાં પહોંચી ગઈ છે અને આશા છે કે બજારમાં સૌથી પહેલા આવનારી વેક્સીનમાં ઓક્સફર્ડ યુનિવર્સિટી જ હશે. જોકે હાલ તેનું ટ્રાયલ રોકવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી છે. જે ફરીથી ટૂંક સમયમાં જ શરુ કરી દેવામાં આવશે.

Share This Article