અમરેલીમાં અકસ્માતના બનાવો ખૂબ વધી રહ્યા છે. ખાંભાની મેઇન બજારમાં ટ્રકની બ્રેક ફેલ થતા બેકાબૂ બન્યો હતો અને ફ્રુટની લારી પર ફરી વળ્યો હતો. જેમાં એક વ્યક્તિને કચડી નાખતા ઘટનાસ્થળે જ તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા ટ્રકનો ડ્રાઇવર અને ક્લીનર ટ્રક મુકી ફરાર થઇ ગયા હતા. ટ્રકમાં ઓવરલોડ કોલસીનો પાઉડર ભર્યો હતો. તમને જણાવી દઈએ કે ખાંભા અકસ્માતના બનાવો દિવસેને દિવસે વધુ રહ્યા છે. આ વર્ષે અમરેલીમાં ખૂબ સારો વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે અનેક રસ્તાઓ પર પાણી ફરી વળવાના લીધે રસ્તાઓ પણ બિસ્માર હાલતમાં જોવા મળ્યા હતા. બિસ્માર રસ્તાઓને કારણે પણ અનેક અકસ્માતો થયાની જાણકારીઓ સામે આવતી હોય છે. તો થોડા દિવસો પહેલા ધંધુકામાં પણ એક ગમખ્વાર અકસ્માતનો બનાવ બન્યો હતો. ટ્રક પાછળ કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -