આસુરી શક્તિ પર દૈવીક શક્તિનો વિજય થતાં વિજયાદશમી પર્વ મનાવવામાં આવે છે.શ્રી રામ ભગવાને રાવણ પર વિજય મેળવતા અસત્ય પર સત્યનો વિજય થતા દશેરા પર્વ એટલેકે વિજયા દશમી પર્વ પર રાવણ દહન કરી દશેરા પર્વની ઉજવણી કરવામાં આવે છે.RSS રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘની ઈસ: 1925 માં સ્થાપના થઈ ત્યારથી લઈને અલગ અલગ ઉત્સવો મનાવામાં આવે છે.વર્ષ દરમિયાન ઉજવાતા 6 તહેવારો પૈકી એક વિજયા દશમી પર્વ નિમિત્તે વડોદરા રાષ્ટ્રીય સેવક સંઘ બાબાજીપુરા મહાનગર દ્વારા સંઘના કાર્યકરોએ પોતાના પરંપરાગત પહેરવેશમાં સજ્જ થઈ શહેરના રાજમાર્ગો પર પથ સંચલન કર્યું હતું.જેમાં.મોટી સંખ્યામાં આર.એસ.એસ.સંઘના આગેવાનો કાર્યકરો જોડાયા હતા.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -