ગુજરાતના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો, કેટલાક ભાગોમાં પડ્યો વરસાદ

admin
1 Min Read

ગુજરાતમાં નિરસ્ગ વાવાઝોડાના સંકટ વચ્ચે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. તો રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદી વાતાવરણ સર્જાયુ હતું. ભાવનગર, અમરેલી, અમદાવાદમાં વરસાદી ઝાપટુ પડ્યુ હતું.  જ્યારે કેટલાક વિસ્તારમાં કરા પડ્યા હોવાની પણ વાત છે.

અમદાવાદનાં ખોખરા, હાટકેશ્વર, અમરાઇવાડી, મણિનગર, નારોલ, ઇસનપુર, ઘોડાસર, વટવા, જશોદાનગર, વસ્ત્રાલ, ઓઢવ, રખિયાલ, સરસપુર, રોડા અને બાપુનગર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. કોરોનાને કારણે બહાર નિકળેલા લોકો ગરમીથી ત્રસ્ત હતા જો કે હવે વરસાદ પણ પડી જતા ખુશનુમા વાતાવરણ સર્જાયું છે. વાવાઝોડાની આગાહી વચ્ચે ગુજરાતમાં વાતાવરણ પલટાયુ છે.

અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ થયો છે. શહેરના પૂર્વ અને પશ્ચિમના કેટલાંક વિસ્તારોમાં વરસાદી ઝાપટુ પડ્યું છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પણ વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો છે. બહેરામપુરા વિસ્તારમાં ભારે પવનને કારણે વૃક્ષ ધરાશાયી થયું છે. વૃક્ષ રોડ પર ધરાશાયી થતા એકબાજુનો માર્ગ બંધ થયો છે. વરસાદ પડતાં શહેરીજનોને ગરમીમાં આંશિક રાહત થઇ છે.

બોટાદ શહેરમાં દિવસભર વરસાદી માહોલ બાદ રાત્રે વરસાદ ચાલુ થયો હતો. બોટાદ શહેરમાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસ્યો હતો. પવન અને ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. વલસાડના આસપાસના કેટલાક ગામડાઓમાં પણ હળવા વરસાદી ઝાપટા પડ્યાં હતા.

 

Share This Article