શાકભાજીનું વેચાણ કરતી મહિલા પાસે પહોંચ્યો ભૂખ્યો મોર, પછી શું થયું જુઓ વિડિયો

admin
1 Min Read

વધુ એક હ્રદયસ્પર્શી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ટ્વિટર પર પોસ્ટ કરાયેલ આ વીડિયોમાં એક શાકભાજી વહેંચતી મહિલા જોવા મળી રહી છે. જે પોતે પોતાના હાથથી મોરને ખવડાવતી જોવા મળી રહી છે. જ્યારે સાથે સાથે આ મહિલા શાકભાજીનું વેચાણ પણ કરતી નજરે પડી રહી છે.

આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે પક્ષીને પણ બીજી તરફ ખાવાનું આપી રહી છે. આ વીડિયો પોસ્ટ કરનારે કેપ્શનમાં લખ્યું છે કે “તે દિલથી સમૃદ્ધ છે.” આ વિડિયો નિહાળનાર કેટલાક લોકોનું કહેવું છે કે આ વીડિયો રાજસ્થાનનો છે. બંને વચ્ચેની સુંદર ક્ષણ પરથી યુઝરોની નજર હટતી નથી. ટ્વિટર પર આ વિડિયો શેર કરવામાં આવ્યા બાદ લોકો તેને અલગ અલગ પ્લેટફોર્મ પર પણ શેર કરવા લાગ્યા છે. લોકો આ વીડિયોને નિહાળીને કહી રહ્યા છે કે, દયા અને કરુણા હંમેશાં ખૂબ આગળ વધે છે. જ્યારે આવી કોઈ ઘટના વિશ્વની નજરમાં આવે છે, ત્યારે તે આગામી સમય માટે આશા અને સકારાત્મકતા પ્રગટ કરે છે.

 

Share This Article