સુરતમા આવેલ લિંબાયતનો યુવક ઘર નજીક આવેલી નહેરમાં નહાવા પડ્યોને ડૂબી જતાં મોત નીપજ્યું હતું. ફાયર બ્રિગેડ અને સ્થાનિકોની મદદથી લાશને બહાર કાઢવામાં આવી હતી. પ્રાપ્ત વિગત અનુસાર સુરતના લિંબાયતનો યુવક નહેરમાં નહાવા પડતા ડુબી ગયો હતો. સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર પોહચી નહેરમાં ડૂબેલા યુવકને બહાર કાઢી મૃત જાહેર કર્યો હતો. મળતી વધુ માહિતી મુજબ લિંબાયતમાં આંબેડકરનગરમાં રહેતા ૩૦ વર્ષીય મુસ્તુફા મુખ્તયાર ખાન શુક્રવારે બપોરે ઘર પાસે આવેલ નહેરમાં ન્હાવા પડ્યો હતો. અચાનક પાણીમાં ડુબવા લાગતા સ્થાનિકોની નજર પડી અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચી નહેરમાંથી મુસ્તુફ્રને બહાર કાઢ્યો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ તપાસી મુસ્તુફાને મૃત જાહેર કર્યો હતો. લિંબાયત પોલીસે મુસ્તુફાના મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. લીંબાયત પોલીસ આગળની તપાસ કરી રહી છે.