યુવકને તમંચે પે ડિસ્કો કરવો પડ્યો ભારે

admin
1 Min Read

ભરબપોરે રસ્તા પર તમંચે પર ડિસ્કો કરવો એક શખ્સને ભારે પડ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ તમંચે પર ડિસ્કો કરનાર યુવકની પોલીસે ધરપકડ કરી લીધી છે. મળતી માહિતી મુજબ, ઉત્તરપ્રદેશના દાદરી વિસ્તારમાં લગ્ન સમારોહ યોજાઈ રહ્યો હતો. જેમાં હાજરી આપવા પહોંચેલ એક યુવક પોતાના હાથમાં બંદૂક લઈને ડાન્સ કરતો નજરે પડ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો. આ વીડિયોને એક પત્રકારે નોયડા પોલીસને ટેગ કર્યો હતો.

જેથી પોલીસે આ મામલે કાર્યવાહી કરતા યુવકની ધરપકડ કરી હતી. યુવકની ધરપકડ બાદ એસએસપી નોયડાએ પત્રકારને ટ્વિટર પર રીપ્લાય કરતા લખ્યુ હતું કે, એસએચઓ દાદરીએ તેની ધરપકડ કરી લીધી છે. મહત્વનું છે કે, જાહેરમાં હાથમાં બંદૂક લઈ ફરવુ એક પ્રકારે લોકોમાં સ્ટેટસ બની ગયું છે જોકે આ પ્રકારની પ્રવૃત્તિ પર પ્રતિબંધ છે. જોકે તેમ છતાં કેટલાક અસામાજિક તત્વો તેમજ પોતાના સ્ટેટસને જાહેર કરવા માટે વારે વારે આ પ્રકારે જાહેરમાં બંદુક લઈ ફરતા નજરે પડે છે.

 

Share This Article