અમદાવાદ :ગુજરાતભરમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. તસ્કરો અને લૂંટારુઓ બેફામ બન્યા છે. ઠેરઠેર સીસીટીવી લાગેલા હોવા છતા ચોરો સરળતાથી ચોરી કરીને છટકી રહ્યા છે. જેમાં વાહનો ચોરીના બનાવો સતત વધી રહ્યાં છે. ગુજરાતમાં સુરતમાં બાઈક ચોરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં ચોરોને જાણે કોઈનો ડર રહ્યો ન હોય તે રીતે ચોરી કરી રહ્યાં છે. ગુજરાત પોલીસનો ડર જાણે તસ્કરોને રહ્યો જ નથી. સુરતના પાંડેસરા વિસ્તારના દક્ષેશનગરમાં બાઈક ચોરીની ઘટના બની છે. બે અજાણ્યા શખ્સો બાઈક ચોરી કરીને નાસી ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. બાઈક જાણે પોતાનું જ હોય એ રીતે ચોરો બાઈકને દોડાવી રહ્યાં છે. ત્યારે બીજા દાહોદમાં પણ બાઈક ચોરીના વીડિયો પ્રકાશમાં આવ્યા છે. દેવગઢબારીયા ગામની સોસાયટીમાંથી બાઈક ચોરી કરતા તસ્કરોનો વીડિયો વાયરલ થયો છે. બારીયા ગામની હરિઓમ સોસાયટીમાંથી બાઈક ઉપાડીને લઇ જતા તસ્કરોનો વીડિયો વાયરલ થયો છે.