તો વધુ એક ક્રિકેટર ધારણ કરશે ભાજપનો કેસરીયો? અટકળોનું બજાર ગરમાયું

admin
2 Min Read

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી ગૌતમ ગંભીર ગત વર્ષે ભાજપમાં વિધિવત રીતે જોડાયા હતા. ત્યારે હવે વધુ એક દિગ્ગજ ક્રિકેટર ભાજપમાં જોડાય તેવી ચર્ચાએ જોર પકડ્યુ છેપશ્ચિમ બંગાળમાં આગામી વર્ષે વિધાનસભા ચુંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે બંગાળમાં ભાજપનો મુખ્યમંત્રી પદ માટે કોઈ સારા ઉમેદવારની શોધખોળ ચાલી રહી છે. એવામાં બીસીસીઆઈ અધ્યક્ષ અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરભ ગાંગુલી ભાજપમાં જોડાય તેવી અટકળોનું બજાર ગરમાયુ છે.

આ અટકળો ત્યારબાદથી લગાવવામાં આવી રહી છે જ્યારે હાલમાં જ ગાંગુલીએ શાળાના નિર્માણ માટે મમતા બેનર્જી સરકાર દ્વારા આપવામાં આવેલી જમીનને પરત કરી દીધી છે. સૌરવ ગાંગુલીના આ નિર્ણય બાદથી તેઓ ભાજપમાં સામેલ થાય તેવો સળવળાટ શરુ થઈ ગયો છે.

જોકે સૌરવ ગાંગુલી કે ના તો સરકાર તરફથી આ બાબતની કોઈ જ સત્તાવાર પુષ્ટી કરવામાં આવી નથી. બંગાળમાં આવનારા વર્ષે વિધાનસભાની ચૂંટણી છે અને બંગાળ ભાજપના મુખ્યમંત્રી પદ માટે સારા ચહેરાની શોધખોળ છે. તેવામાં સૌરવ ગાંગુલી દ્વારા મમતા સરકાર દ્વારા આપવામાં આવેલ જમીન પરત કરવામાં આવતા એ વાતે ચર્ચા જગાવી છે કે શું સૌરવ ગાંગુલી આગામી સમયમાં ભાજપમાં જોડાશે. રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે સૌરવ ગાંગુલીએ જે રીતે સરકારને જમીન પાછી આપી છે. તે ખોટા સંકત દઈ રહ્યું છે.

તો સૌરવને બીસીસીઆઈ અધ્યક્ષ બનાવવામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્ર સરકારના બે અન્ય મંત્રીઓની મહત્વની ભૂમિકા રહી છે. ત્યારે હવે ભૂતપૂર્વ ક્રિકેટર સૌરવ ભાજપમાં સામેલ થાય તેવી અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે.

Share This Article