સુપ્રીમમાં થઈ રહી હતી સુનાવણી અને વકીલ ખાઈ રહ્યા હતા ગુટખા

admin
1 Min Read

કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશભરમાં આર્થિક ગતિવિધિઓની સાથે સાથે અન્ય કામકાજને પણ મોટી અસર થઈ છે. કાયદાકીય કાર્યવાહી પર પણ આ વાયરસનો પણ પ્રભાવ જોવા મળ્યો છે.

(File Pic)

કોરોના વાયરસના કારણે કોર્ટ અત્યારે માત્ર જરુરી કેસો પર સુનાવણી કરી રહી છે. આ સાથે જ સાવચેતીના ભાગરુપે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવી રહી છે એટલે કે વર્ચ્યુલ સુનાવણી થઈ રહી છે..ત્યારે સુપ્રીમ કોર્ટમાં વર્ચ્યુલ સુનાવણી દરમિયાન કેટલાક રસપ્રદ બનાવ પણ સામે આવી રહ્યા છે.

(File Pic)

ત્યારે ગુરુવારે સુપ્રીમમાં વર્ચ્યુલ સુનાવણી દરમિયાન એક વકીલને ગુટખા ખાવુ ભારે પડ્યુ હતું. વર્ચ્યુલ સુનાવણી દરમિયાન ગુટખા ખાવા બદલ જસ્ટિસ અરુણ મિશ્રાએ આડેહાથ લીધા હતા અને ખખડાવ્યા હતા. મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ વરિષ્ઠ વકીલ રાજીવ ધવનનો એક વિડિયો સામે આવ્યો હતો જેમાં વીડિયો કોન્ફ્રન્સિંગ દરમિયાન થઈ રહેલ સુનાવણીવેળા પહેલા પાઈપ પીતા અને પછી હુક્કો ગગડાવતા જોવા મળ્યા હતા. જોકે કોર્ટે રાજીવ ધવનને આમ કરતા જોયા નહતા અથવા તો તેમની આ હરકતને અવગણી હતી.

Share This Article