રામ મંદિરને લઈ દિલ્હી-યુપીમાં હતો આતંકી હુમલાનો પ્લાન, આતંકીનો ખુલાસો

admin
1 Min Read

દિલ્હીમાં પકડાયેલા ISISના શંકાસ્પદ આતંકી અબૂ યુસુફે પ્રારંભિક પૂછપરછમાં ઘણા મહત્વના ખુલાસા કર્યાં છે. દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં બ્લાસ્ટનું ષડયંત્ર હતું. આતંકી અબૂ યુસુફે રામ મંદિર નિર્માણને લઇને બોમ્બ વિસ્ફોટ કરવા ઇચ્છતો હતો. જો કે આ પ્રારંભિક જાણકારી છે. સાથે જ તે અફઘાનિસ્તામાં રહેલા આતંકીઓના કેટલાક કમાન્ડરના સંપર્કમાં હતો. હાલ આ સમગ્ર મામલે એનએસજીની ટીમ પણ તપાસ કરી રહી છે.

NSGની ટીમ તપાસ કરી રહી છે કે પ્રેશર કુકરમાં જે વિસ્ફોટક હતો તે કેવો હતો અને તેમાં કયા કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે એજન્સીઓએ છેલ્લા બે દિવસથી મહત્વનું અલર્ટ જાહેર કર્યું હતું, જેમાં એક અલર્ટમાં કહેવામાં આવ્યું હતું કે રામ મંદિર નિર્માણને લઇને આતંકવાદીઓ કોઇ મોટી ઘટનાને અંજામ આપી શકે છે. જો કે આ ખુલાસા બાદ ઉત્તર પ્રદેશમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

મહત્વનું છે કે, દિલ્હીમાં સ્પેશિયલ સેલની ટીમે વહેલી સવારે ISISના આતંકીને ઝડપી પાડ્યો હતો. દિલ્હીના ધૌલાકુવા પાસે અથડામણ દરમિયાન આતંકવાદીએ પોલીસ પર ફાયરિંગ કર્યુ હતું ત્યારબાદ તેને ઝડપી પાડ્યો હતો જેની પાસેથી આઈઈડી પણ જપ્ત કરવામાં આવ્યો છે.

Share This Article