આ શખ્સે તો ગિટારને જ બનાવી દીધા તબલા, સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો

admin
1 Min Read

સોશિયલ મીડિયા પર અવાર નવાર વિવિધ પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે. સોશિયલ મીડિયા એક એવુ પ્લેટફોર્મ છે જ્યાં ઘણા લોકો પોતાની કળાને બહાર લાવી શકે છે. જે જોત જોતામાં વાયરલ થઈ જતી હોય છે અને લાખો લોકો સુધી તેને પહોંચાડી શકાય છે.

ત્યારે હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સંગીત એક એવુ ક્ષેત્ર છે જેમાં બધાને રસ હોય. ત્યારે હાલમાં જે વીડિયો વાયરલ થયો છે તે પણ સંગીત અને કલાકારીને અનોખી રીતે પ્રદર્શિત કરે છે.

હિરેન નિમાવત નામના વ્યક્તિ કે જે પોતે એન્જિનિયર છે તેમણે પોતાના ટ્વિટર આઈડી હાસ્યનો હાહાકાર પર પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેના કેપ્શનમાં તેમણે લખ્યુ છે કે લિજન્ડ લોકો કેવી રીતે ગિટાર વગાડે છે. વીડિયોમાં તે ગિટાર લઈને ગીત સલમાનની ફિલ્મ જુડવાનું ચલતી હૈ ક્યા નો સે બારા ગીત ગાઈ રહ્યા છે. જોકે, મજાની વાત એ છે કે તેઓ ગિટાર વગાડી રહ્યા નથી પણ ગિટારને તબલાની જેમ વગાડી રહ્યા છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

https://twitter.com/hiren_nimawat/status/1343934506814812163?s=20

Share This Article