સાડા પાંચ તોલાનું સોનાનું માસ્ક પહેરે છે આ વ્યક્તિ, શું છે વિશેષતા?

admin
1 Min Read

કોરોના મહામારીમાં માસ્ક અને સોશિયલ ડિસટન્સીંગ સૌથી મોટો હથિયાર છે અને માર્કેટમાં હાલ અલગ અલગ પ્રકારના માસ્ક મળી રહે છે.  જોકે ભારતમાં એવા લોકોની પણ ઉણપ નથી જે સોના પહેરવાનો શોખ ધરાવે છે.

પૂણેના એક વ્યક્તિએ કોરોનાથી બચવા માટે સોનાનું માસ્ક બનાવ્યું છે, જેની કિંમત 2 લાખ 89 હજારની આસપાસ હોવાનું જાણવા મળ્યુ છે. આ વ્યક્તિ ગોલ્ડમેનના નામથી પણ ઓળખવામાં આવે છે. માસ્ક એકદમ પાતળુ બનાવામાં આવ્યું છે. જેથી શ્વાસ લેવામાં કોઈ તકલીફ ન થાય.

પૂણેના શંકર કુરહાડેને સોનું પહેરવાનો ખૂબ જ શોખ છે. તેના ગળા, હાથમાં સોનાની મોટી મોટી ચેન જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે તે સામાન્ય રીતે ૩ કિલો સોનું તો પહેરીને જ ચાલે છે. સોનાના શોખ ના કારણે જ આ વ્યકિતએ પોતાના માટે ગોલ્ડ માસ્ક તૈયાર કરાવ્યું છે.

સોનાના માસ્ક વિશે જ્યારે તેમને પુછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે તેમણે ટીવીમાં જોયું હતું કે કોલ્હાપુરમાં એક શખ્સે ચાંદીનું માસ્ક બનાવડાવ્યું છે. જેથી તેમને સોનાનું માસ્ક બનાવવાનો વિચાર આવ્યો અને ત્રણ સપ્તાહમાં તેમણે સોની પાસે માસ્ક બનાવડાવ્યું અને હવે તેઓ તેમના પરિવારના દરેક સભ્ય માટે સોનાનું માસ્ક બનાવડાવશે તેવું તેમણે કહ્યું છે.

Share This Article