ભરતી મેળો યોજી ગુજરાતની આ યુનિવર્સિટી વિદ્યાર્થીઓને અપાવશે નોકરી

admin
2 Min Read

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓ માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત યુનિવર્સિટી હવે વિદ્યાર્થીઓને નોકરી અપાવવાનું પણ માધ્યમ બનશે.

દેશની અલગ અલગ કંપનીઓ સાથે ટાઈઅપ કરી ભરતી મેળો યોજીને આ માટે કાર્યવાહી કરવામાં આવશે. આગામી જાન્યુઆરી મહિનાથી આ અંગેની કાર્યવાહી શરૂ થશે અને મે મહિનામાં પૂરી થઈ જશે.

(File Pic)

ત્યારબાદ દર વર્ષે અંતિમ વર્ષમાં વિદ્યાર્થી ઉત્તીર્ણ થશે તેઓને ક્ષમતા અને કૌશલ્ય મુજબ રૂપિયા 10થી 30 હજારના પગારની નોકરી અપાવશે. આ માટે દેશની અલગ અલગ કંપનીઓ સાથે ટાઈ-અપ કરવામાં આવશે અને ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ જે વિદ્યાર્થીની જેવી સ્કિલ હશે અને વિદ્યાર્થી જે સેગમેન્ટમાં જવા માગતો હશે તેમાં નોકરી અપાવવામાં દરેક બાબતે યુનિવર્સિટી મદદરૂપ થશે.

(File Pic)

આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય ડોક્ટર મેહુલ રુપાણીએ વધુ માહિતી આપતા જણાવ્યુ હતું કે, દર વર્ષે આશરે 60 હજાર વિદ્યાર્થી અંતિમ વર્ષમાં ઉત્તીર્ણ થાય છે. આ તમામ વિદ્યાર્થીઓમાંથી જેઓ નોકરી કરવા ઇચ્છુક હશે તેઓને હવે પછીથી એટલે કે આગામી મે 2021માં નોકરી અપાવવાનું બીડું યુનિવર્સિટી ઝડપશે. આ માટે 6 હજાર કંપનીનો સંપર્ક કરાશે અને 100 અલગ-અલગ કેટેગરી રાખવામાં આવશે. એક કેટેગરીમાં 10 વિદ્યાર્થીને નોકરી અપાવવાનો લક્ષ્યાંક રખાશે.

(File Pic)

ત્યારબાદ રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ સાથે મળીને જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ આ ત્રણ મહિના ભરતી મેળો અને બાકીની પ્રક્રિયા કરાશે. તેમજ મે મહિના સુધીમાં વિદ્યાર્થીઓને તાલીમ લીધા બાદ નોકરી મળી જાય તે પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Share This Article