ચીનના આ શહેરમાં અચાનક દેખાયા ત્રણ સૂર્ય…વિડિયો થયો વાયરલ…

admin
1 Min Read

સોશિયલ મીડિયામાં એક વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીનના મોહે શહેરમાં આકાશમાં એક સાથે ત્રણ સૂર્ય પોતાનો પ્રકાશ પાડી રહ્યા હતા. ઉત્તર પૂર્વ ચીનના શહેર મોહે ના લોકો શનિવારે જેવા ઉઠયા, ત્યારે સવારે 16 ઓક્ટોબરના દિવસે તેમના માટે આસમાનનું દ્રશ્ય ખૂબ જ ખાસ અને આશ્ચર્યજનક હતું.

આકાશમાં એક સાથે ત્રણ સૂર્ય જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમજ જે લોકોએ પણ આ ઘટનાનો વિડિયો જોયો તે સૌ હેરાન છે. જો કે, આકાશમાં દેખાતા ત્રણ સૂર્ય પૈકી બે સૂર્ય વાસ્તવિક ન હતા પરંતુ ‘સન ડોગ’ ના નામે ઓળખાતી ઘટનાના કારણે તેઓ ત્રણ સૂર્ય જોઇ રહ્યા હતા. આને વાયુમંડળ પ્રકાશીય ઘટના તરીકે ઓળખવામાં આવે છે, જેના કારણે લોકોને આકાશમાં એક કરતા વધુ સૂર્ય દેખાય છે.

આ દુર્લભ ઘટનાને લોકોએ ત્રણ કલાક સુધી જોઇ હતી. સવારે 6:30 થી 9:30 સુધી લોકોએ દુર્લભ ઘટના નિહાળી હતી અને ઘણાએ તેને કેમેરામાં કેદ કરવાનો પ્રયાસ કર્યો હતો. પીપલ્સ ડેઇલી ચાઇનાએ ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં ત્રણેય સૂર્ય દર્શાવ્યા હતા. વિડિઓમાં સૂર્ય સાથેના બે તેજસ્વી સ્થળો બતાવવામાં આવ્યા છે જેને ‘ફેન્ટમ સન’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

Share This Article