સ્થાનિક સ્વરાજ ચૂંટણી : આમ આદમી પાર્ટીએ 650થી વધુ ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર

admin
1 Min Read

સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થાય એ પહેલાથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપ-કોંગ્રેસ બે મુખ્ય રાજકીય પક્ષો વચ્ચે દિલ્હીની આમ આદમી પાર્ટીએ (AAP) ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સુરત ખાતે પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સૌરભ ભારદ્વાજની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં શનિવારે 650થી વધુ ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરી હતી.

આમ આદમી પાર્ટી (આપ) દ્વારા જાહેર કરવામાં આવેલ ઉમેદવારોની બીજી યાદીમાં અમદાવાદ મહાનગર પાલિકાના કુબેરનગર, શાહપુર વોર્ડમાંથી ઉમેદવાર જાહેર કર્યા છે. આ સિવાય અમદાવાદ ગ્રામ્યમાં નગરપાલિકા અને તાલુકા પંચાયત માટે પણ પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે.

આ ઉપરાંત સુરત, તાપી, સુરત-ગ્રામ્ય, નવસારી, ભરુચ,વલસાડ જિલ્લામાં પણ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. એટલુ જ નહીં આમ આદમી પાર્ટીએ ઉમેદવારોના નામ સાથે પોતાનો ઈ-મેલ એડ્રેસ પણ જાહેર કર્યું છે. જો કોઈને જારી કરાયેલા ઉમેદવારો સામે તકલીફ હોય તો અમને તેના થકી જાણ કરી શકે છે. સુરત ખાતે યોજાયેલી આ બેઠકમાં રાષ્ટ્રીય પ્રવક્તા સૌરભ ભારદ્વાજ ઉપરાંત ધારાસભ્ય ગુલાબસિંહ યાદવ, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા, ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી સહિત પાર્ટીના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. નોંધનીય છે કે, થોડાક દિવસો પહેલા આમ આદમી પાર્ટીએ 500થી વધુ ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી હતી.

Share This Article