આમ આદમી પાર્ટી દ્વારા પાકિસ્તાને જાહેર કરેલ નક્શાને લઈ કરાશે વિરોધ

admin
1 Min Read

ભારત અને પાકિસ્તાનની વચ્ચે સીમા વિવાદ હંમેશા વકરતો રહ્યો છે. ત્યારે પાકિસ્તાન હવે પોતાની હદ વટાવી રહ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને મંગળવારે એક બેઠક દરમિયાન નવો નક્શો જાહેર કર્યો હતો. જેમાં ગુજરાતના જુનાગઢ સહિત લદ્દાખ, જમ્મુ-કાશ્મીરના સિયાચીનને પણ પોતાનો ભાગ હોવાનો દાવો ઠોક્યો છે.

ત્યારે આ મામલે ભારતમાં વિરોધના વંટોળ જોવા મળી રહ્યા છે. પાકિસ્તાન દ્વારા જાહેર કરાયેલ નક્શામાં જુનાગઢ સહિત માણાવદરને પોતાનો હિસ્સો બતાવતા ગુજરાત સહિત દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ અંગે આમ આદમી પાર્ટી દ્વારા પણ પાકિસ્તાનની નાપાક હરકતને કડક શબ્દોમાં વખોડી દેવામાં આવી છે. આ અંગે પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ભીમાભાઈ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.

તેમજ પાકિસ્તાન દ્વારા જાહેર કરવામાં આવેલ નક્શાને લઈ આમ આદમી પાર્ટી દ્વારા આવતીકાલે એટલે કે ગુરુવારના રોજ સમગ્ર ગુજરાતમાં પાકિસ્તાનની આ નાપાક હરકતનો વિરોધ કરવામાં આવશે. સાથે જ પાકિસ્તાનના વડાપ્રધાનનું પુતળાદહન પણ કરવામાં આવશે.

Share This Article