રેકોર્ડ બનાવવા એક યુવતિએ 100 દિવસ સુધી ના બદલ્યા કપડાં….

admin
2 Min Read

દુનિયામાં લોકો રેકોર્ડ બનાવવા માટે કંઈપણ કરવા તૈયાર થઈ જતા હોય છે. જો તમને પૂછવામાં આવે કે તમે એકના એક કપડા કેટલા દિવસ પહેરીને રહી શકો છો. તો તમારો જવાબ હશે વધુમાં વધુ બે કે ત્રણ દિવસ. પરંતુ શું તમને ખબર છે કે બોસ્ટનની સારા રોબિન્સ એકજ ડ્રેસને 3 મહિનાથી વધુ સમય સુધી એટલે કે 100 દિવસ સુધી પહેરવાનો રેકોર્ડ બનાવીને ચર્ચામાં આવી ગઈ છે.

બોસ્ટનમાં સતત 100 દિવસ સુધી એક જ ડ્રેસ પહેરનારી સારા રોબિન્સ કોલ દર વખતે પહેરેલા ડ્રેસને જુદી જુદી સ્ટાઈલથી પહેરતી હતી. તેણે ક્યારેક ટોપને ક્યારેક સ્કર્ટ સાથે તો ક્યારે પેન્ટ સાથે પહેરી છે.

એવું એણે એટલા માટે કર્યું કારણ કે સારા ને 16 સપ્ટેમ્બર 2020ના 100 દિવસની ડ્રેસ ચેલેન્જમાં ભાગ લીધો હતો. એક રિપોર્ટ મુજબ તેણે એ ડ્રેસને પહેરીને 100 દિવસ સુધી પોતાના કામ નિપટાવ્યા હતા. તે કોઈ પણ કાર્યક્રમમાં પણ જતી હતી.

સારા 16 સપ્ટેમ્બર 2020ના 100 દિવસીય ડ્રેસ ચેલેન્જમાં જોડાઈ હતી. જેથી તે લેટેસ્ટ ફેશન વિના રહી શકે અને કપડાને વધુ ધોવાથી ઘસાવાનું નુકસાન ઘટાડવામાં મદદ મળી શકે. 100 દિવસ સુધી એક ડ્રેસ ચેલેન્જની શરૂઆત કપડાની બ્રાન્ડ વૂલ એડ એ કરી હતી. જે લોકો આ ચેલેન્જમાં ભાગ લીધો હતો, તેમને જીતવા પર નવા ડ્રેસ ખરીદવા માટે 100 અમેરિકી ડોલરના વાઉચર મળ્યા

 

Share This Article